--/--/---- --:--:--
Please fill out the form below and we will get back to you as soon as possible.
તારીખ: ૦૧/૦૫/૨૦૧૫ થી "The Sabarkantha District Central Co-operative Bank" દ્વારા અટલ પેન્શન યોજના (APY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) શરુ કરવામાં આવેલ છે. આ વિવિધ યોજનાઓના મહત્વનાં મુદ્દા ની વધુ માહિતી માટે નીચે આપેલ સરકારી યોજના પર ક્લિક કરો અથવા અમારી બેંકની નજીકની શાખાનો સંપર્ક કરવો.
અટલ પેન્શન યોજના (APY) "Minimum Investment, Maximum Benefits During Old Age"
⇒ ભારત સરકાર દ્વારા અટલ પેન્શન યોજના (APY) તરીકે ઓળખાતી નવી યોજના જાહેર કરવામાં આવી છે. APY ખાતરી પેન્શન યોજના છે અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત છે.
⇒ આ યોજનામાં જોડાવા માટે ઓછામાં ઓછી વય ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૪૦ વર્ષ રહેશે.
⇒ બેંકમાં બચતખાતુ ધરાવનાર વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળી શકશે. અથવા બચતખાતુ ન હોય તો નવીન બચતખાતુ ખોલાવીને આ યોજનાનો લાભ મેળવી શકાશે.
⇒ વૃદ્ધવસ્થા દરમ્યાન આવકની સલામતી.
⇒ ૬૦ વર્ષની ઉંમરથી રૂ. ૧૦૦૦/- થી રૂ. ૫૦૦૦/- સુધીનું જ માસિક પેન્શન.
⇒ સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ સમય માટેનું રોકાણ આ યોજનાનો હેતુ છે.
⇒ આ યોજનાનો વહીવટ "પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) ભારત સરકાર દ્વારા કરાશે.
⇒ ફાળાનું સ્તર વ્યક્તિની ઉંમર સાથે સંકળાયેલ રહેશે. નાની ઉંમરમાં જોડાનાર વ્યક્તિને ઓછો ફાળો તથા મોટી ઉંમર માટે વધારે રહેશે.
⇒ આ યોજના રોકાણ માટે પ્રોત્સાહન આપવા તા. ૩૧/૧૨/૨૦૧૫ પહેલા નવું ખાતું ખોલાવનારને કેન્દ્ર સરકાર દ્વારા ખાતેદારને દર વર્ષે મહત્તમ રૂ. ૧૦૦૦/- ની મર્યાદામાં અથવા વર્ષ દરમ્યાનના કુલ ફાળાના ૫૦% બે માંથી જે ઓછું હશે તે PFRDA મારફતે સબસીડી રૂપે જમા કરવામાં આવશે (૨૦૧૫-૨૦૧૬ થી ૨૦૧૯-૨૦૨૦ સુધી)
⇒ આયકર ચુકવતા ખાતેદારો તેમજ કોઈપણ પેન્શન યોજનામાં જોડાયેલ ખાતેદાર આ યોજનામાં જોડાઈ શકશે પરંતુ ઉપરના મુદ્દા પ્રમાણે સબસીડીનો લાભ મળવાપાત્ર રહેશે નહી.
⇒ અટલ પેન્શન યોજના ફોર્મ (Download APY FORM)
⇒ અટલ પેન્શન યોજના - ડેથ ફોર્મ (Download)
⇒ અટલ પેન્શન યોજના - અપગ્રેડ / ડાઉનગ્રેડ પેંશન ફોર્મ (Download)
⇒ અટલ પેન્શન યોજના - વોલન્ટરી એક્ઝીટ ફોર્મ (Download)
મળવાપાત્ર પેન્શન
| Age of Entry | Years of Contribution | Monthly Pension of Rs. 1000 Coupus to Nominee Approx. Rs. 1.7 Lac | Monthly Pension of Rs. 2000 Coupus to Nominee Approx. Rs. 3.4 Lac | Monthly Pension of Rs. 3000 Coupus to Nominee Approx. Rs. 5.1 Lac | Monthly Pension of Rs. 4000 Coupus to Nominee Approx. Rs. 6.8 Lac | Monthly Pension of Rs. 5000 Coupus to Nominee Approx. Rs. 8.5 Lac |
|---|---|---|---|---|---|---|
| 18 | 42 | 42 | 84 | 126 | 168 | 210 |
| 19 | 41 | 46 | 92 | 138 | 183 | 228 |
| 20 | 40 | 50 | 100 | 150 | 198 | 248 |
| 21 | 39 | 54 | 108 | 162 | 215 | 269 |
| 22 | 38 | 59 | 117 | 177 | 234 | 292 |
| 23 | 37 | 64 | 127 | 192 | 254 | 318 |
| 24 | 36 | 70 | 139 | 208 | 277 | 346 |
| 25 | 35 | 76 | 151 | 226 | 301 | 376 |
| 26 | 34 | 82 | 164 | 246 | 327 | 409 |
| 27 | 33 | 90 | 178 | 268 | 356 | 446 |
| 28 | 32 | 97 | 194 | 292 | 388 | 485 |
| 29 | 31 | 106 | 212 | 318 | 423 | 529 |
| 30 | 30 | 116 | 231 | 347 | 462 | 577 |
| 31 | 29 | 126 | 252 | 379 | 504 | 630 |
| 32 | 28 | 138 | 276 | 414 | 551 | 689 |
| 33 | 27 | 151 | 302 | 453 | 602 | 752 |
| 34 | 26 | 165 | 330 | 495 | 659 | 824 |
| 35 | 25 | 181 | 362 | 543 | 722 | 902 |
| 36 | 24 | 198 | 396 | 594 | 792 | 990 |
| 37 | 23 | 218 | 436 | 654 | 870 | 1087 |
| 38 | 22 | 240 | 480 | 720 | 957 | 1196 |
| 39 | 21 | 264 | 528 | 792 | 1054 | 1318 |
| 40 | 20 | 291 | 582 | 873 | 1164 | 1454 |
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY):
⇒ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની LIC દ્વારા સંચાલિત યોજના છે.
⇒ ૧૮ થી 50 વર્ષ સુધીની વય મર્યાદા.
⇒ બેંકનાં વ્યક્તિગત બચત ખાતેદારોને આ લાભ મળશે.
⇒ રૂ. ૩૩૦/- નું વાર્ષિક પ્રીમીયમ ઓટો ડેબિટ
⇒ દર વર્ષે રીન્યુ થઇ શકે.
⇒ પ્રથમ વર્ષનો સમયગારો ૦૧/૦૬/૨૦૧૫ થી ૩૧/૦૫/૨૦૧૫૬ સુધી.
⇒ ફક્ત એકજ બેંકમાં એનરોલમેન્ટ થઇ શકશે.
⇒ વીમા ધારકને રૂ. ૨/- લાખનો જીવન વીમો.
⇒ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ (Download PMJJBY FORM)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY):
⇒ ધી ન્યુ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા સંચાલિત યોજના છે.
⇒ અકસ્માતથી મૃત્યુ કે ખોડ માટે રૂ. ૨/- લાખનો વીમો.
⇒ બેંકનાં વ્યક્તિગત બચત ખાતેદારોને આ લાભ મળશે.
⇒ રૂ. ૧૨/- નું વાર્ષિક પ્રીમીયમ ઓટો ડેબિટ અને દર વર્ષે રીન્યુ થઇ શકે.
⇒ ૧૮ થી ૭૦ વર્ષ સુધીની વય મર્યાદા.
⇒ પ્રથમ વર્ષનો સમયગારો ૦૧/૦૬/૨૦૧૫ થી ૩૧/૦૫/૨૦૧૫૬ સુધી.
⇒ ફક્ત એકજ બેંકમાં એનરોલમેન્ટ થઇ શકશે.
⇒ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફોર્મ (DownloaPMSBYBY FORM)
"આ યોજનાનો લાભ લેવા અમારી બેંકની નજીકની શાખાનો સંપર્ક કરવો."